મારા વિષે

હું પારિજાત સમી…… પૂર્વી ……મારા પરિવાર સાથે ફિલાડેલ્ફિયામાં રહું છું. મને મહેંકવું અને ચહેંકવું ગમે છે, તેથી વર્ષા હોય કે વાદળ હોય, કે હોય તડકો તાતો પણ દરેક ઋતુમાં મને ખીલવું ગમે છે. ખીલવા માટે મને શબ્દોનો સાથ, શબ્દોનો સંબંધ અને શબ્દોની મિત્રતા તો મને અતિશય ગમે છે. આ શબ્દોની સાથે સાથે જ્યારે મને વાંચન મળી જાય ત્યારે તો હું ખુશીથી ઝૂમી ઉઠું છું. પૂર્વદીપની આ ડાયરીનું નામ મારા મિત્ર શ્રી અશોકભાઇ દેસાઇએ રાખેલું છે. પરંતુ આ ડાયરીના પાનાઓને બ્લોગમાં ન ફેરવતા મે તેમાં મને ગમતા વિવિધ લેખો સમાવીને રાખ્યા છે. જેથી કરીને આ ગમતા લેખોને હું વારંવાર વાંચી શકું. પરંતુ વાંચન કરવા માટે સખી, સહેલીનો સાથ મળી જાય તો સોનામાં સુગંધ મળી જાય. આથી મારી આ ઓપન ડાયરીના પાનાઓ હું એ મિત્રો માટે ખોલીને રાખું છું જેમને વિવિધ વાંચનનો શોખ હોય. વાંચન કરતાં કરતાં ક્યારેક મને મળવાનું મન થાય તો પારિજાત ( http://pareejat.wordpress.com ) ઉપર આવીને ચોક્કસ મળજો.

આપની સખી પૂર્વી.
purvimalkan@yahoo.com

1 comments on “મારા વિષે

  1. પ્રિય પૂર્વીબહેન આ બ્લોગ અર્થાત ડાયરીના પાનાઓ જોઈને મનમાં ખ્યાલ આવી ગયેલો કે આ ડાયરી આપની જ હશે. પણ આજે ખાતરી થઈ ગઈ. પારિજાતમાં આપના સ્વરચિત લેખો અને અહીં બીજા અવનવા લેખકોના લેખો. પણ સૌથી સારું એ લાગ્યું કે આપે માત્ર ગુજરાતી પર ભાર નથી મૂક્યો પણ હિન્દી અને અંગ્રેજી લેખો અને રેસિપીઓનો પણ સમાવેશ કરેલો છે.

Leave a comment